संदेश

नवंबर, 2019 की पोस्ट दिखाई जा रही हैं

ફાધર આલ્ફોન્સો ડિસોઝાએ ચાર દાયકા પહેલા અમદાવાદમાં બાસ્કેટબોલ ટુર્નામેન્ટ શરુ કરી હતી

चित्र
શાળા-કોલેજ જીવનના વહી ગયેલા સંસ્મરણોને વાગોળવા અને વ્યક્તિત્વની જે ઈમારત પણ આજે ઉભા છીએ તેના ઘડતરમાં સંસ્કારોનું સિંચન કરનાર ગુરુજનો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે મોટાભાગે દરેક શૈક્ષણિક સંસ્થામાં એલ્યુમનાઈના કાર્યક્રમો થતાં જ રહે છે. સામાન્ય રીતે હોટલો કે વૈભવી રિસોર્ટમાં કે શાળાના પટાંગણોમાં આવા કાર્યક્રમો યોજાતા હોય છે. અમદાવાદમાં સ્પોર્ટસ કલ્ચરને વિકસાવવામાં સેંટ. ઝેવિયર્સનો ફાળો વિશેષ રહ્યો છે અને આ જ પરંપરાને જાળવી રાખતાં આજથી ચારેક દાયકા પહેલા વિદ્યાર્થીજીવનમાં જેમની પાસેથી રમતગમતના અને જિવનના પાઠ શીખ્યા હતા, તેવા વિદ્યાર્થીઓ-શિષ્યોએ સેંટ. ઝેવિયર્સ મિરજાપુર ખાતે આવતીકાલે રેવ. ફાધર આલ્ફોન્સો ડિ સોઝા ઈન્વિટેશનલ બાસ્કટેબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે, અમદાવાદમાં ચાર દાયકા પહેલા સ્પોર્ટસનો અને ખાસ કરીને બાસ્કેટબોલની રમતમાં પાયાની કામગીરી કરનારા 76 વર્ષીય રેવ. ફાધર આલ્ફોન્સો ડિસોઝા ખુદ તેમના નામ સાથે જોડાયેલી ટુર્નામેન્ટમાં હાજરી આપવાના છે. અમદાવાદમાં રમતવીરોની પેઢીઓને તૈયાર કરનારા ફાધર આલ્ફોન્સો ખુદ પણ હાજરી આપશે 1980ના દશકમાં અમદાવાદમાં પહેલ વ...