શેફાલી વર્મા : લેડી સેહવાગ
ક્રિકેટ શીખવા માટે શેફાલીને વાળ કપાવીને છોકરાઓ જેવો લૂક બનાવવો પડ્યો પ્રત્યેક શરુઆત સંઘર્ષની સાથે જોડાયેલી હોય છે અને તેમાં જ્યારે સાતત્ય ઊમેરાય છે, ત્યારે એક ચેમ્પિયન પેદા થાય છે. જેમ પાણીનો વેગ તેના માર્ગમાં આવતી અડચણોથી રોકાતો નથી, પણ તે પોતાની રીતે રસ્તો કરી જ લે છે. તે પ્રકારે પોતાના લક્ષ્યની પ્રાપ્તિની પ્રબળ ઈચ્છા અને દ્રઢ સંકલ્પ હોય તો હિમાલય જેવડી ઉંચાઈ પણ સાવ સામાન્ય લાગે. હકીકતમાં જિંદગીમાં આવતા વિઘ્નો એ હિંમતની કસોટી માટેના હોય છે. જેઓ તેની સામે ઘુંટણ ટેકવી દે છે, તેઓ ક્યારેય પોતાની ક્ષમતા પ્રમાણેની સફળતાને પ્રાપ્ત કરી શકતાં નથી. જ્યારે જાંબાંઝીથી આગળ વધનારને કલ્પનાતીત સફળતાની પ્રાપ્તિ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મહિલા ક્રિકેટમાં એક થી એક ચડિયાતી પ્રતિભાઓ આવી રહી છે, જે ભારતીય ક્રિકેટના વર્તમાનને વધુને વધુ સમૃદ્ધ બનાવી રહી છે. જેમીમા રોડ્રિગ્યુઝ બાદ હરિયાણાની 16 વર્ષીય ખેલાડી શેફાલી વર્માએ ટૂંકા ગાળામાં તેની આક્રમક શૈલીથી ભારે આકર્ષણ જગાવ્યું છે. વિશ્વની ધુરંધર ખેલાડીઓની શેહમાં આવ્યા વિના ભારે આત્મવિશ્વાસ સાથે સ્ટ્રોક્સ ફટકારવાની કુશળતાએ શેફાલીને દુનિયા...