હર્ષલ પટેલનો સંઘર્ષ : કિશોરાવસ્થામાં અમેરિકા ગયો અને ત્યાં માત્ર 35 ડોલર મેળવવા માટે 13 કલાક નોકરી કરી !!!

 


સફળતા દરેકને ગમે છે અને તેમાં ય આઇપીએલમાં કરોડો કમાતા ખેલાડીઓની ઈર્ષ્યા તો કોને ન થાય ? મનગમતી રમત રમવાની અને તેમાં ય પાછા કરોડો રુપિયા મળે. આવી તક તો ભાગ્યે જ કોઈને મળે. બધા આવું જ વિચારતા હોય છે, પણ વાસ્તવિકતા કંઈક જુુદી જ છે. આ ઝાકઝમાળની દુનિયાની પાછળ એક એવું તનાવભર્યું જગત છે કે, જેના પર ભાગ્યે જ કોઈને નજર જાય છે. 

આઇપીએલમાં હાલ બેંગ્લોર રોયલ ચેેલેન્જર્સના હર્ષલ પટેલની બોલબાલા છે. હર્ષલ કરોડો કમાઈ રહ્યો છે. બેંગ્લોરે તેના માટે રુપિયા 10.75 કરોડનો ખર્ચ કર્યો છે. વર્ષ 2021ની સિઝનમાં હર્ષલે બેંગ્લોર તરફથી શાનદાર દેખાવ કરતાં આઇપીએલમાં પર્પલ કેપ મેળવી હતી. તેણે ગત સિઝનમાં માત્ર 15 જ મેચમાં 32 વિકેટ ઝડપી હતી અને ટીમને પ્લે ઓફમાં પ્રવેશ અપાવવામાં મદદ કરી હતી. જોકે જૂજ લોકોને ખબર હશે કે, હજુ માત્ર પાંચ વર્ષ પહેલા જ હર્ષલની બેઝપ્રાઈઝ માત્ર 20 લાખ રુપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે માત્ર 20 લાખ રુપિયામાં જ કરારબદ્ધ કર્યો હતો. 

હર્ષલ માત્ર પાંચ વર્ષના ગાળામાં જ પોતાની મહેનત અને લગનથી 20 લાખથી 10.75 કરોડ રુપિયા સુધી પહોંચ્યો હતો. જોકે આ સફળતાની રાહ સાવ આસાન અને ફૂલોથી ભરેલી નહતી. તેની જાણ માત્ર હર્ષલ અને તેના અંગત મિત્રો અને પરિવારજનોને જ છે. 

સાંણદના વિક્રમભાઈ પટેલના પરિવારમાં જન્મેલા હર્ષલ તેના બાળપણમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતો. તે કિશોરાવસ્થામાં પહોંચ્યો ત્યારે તેના પરિવારે અમેરિકાની વાટ પકડી. હર્ષલ ત્યારે માત્ર 17 વર્ષનો હતો અને ગુુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કર્યો હતો.. તેના માટે તો આખુ વાતાવરણ જ બદલાઈ ગયું. અમેરિિકા ગયો ત્યારે હર્ષલ અંગ્રેજી બોલી શકતો નહતો. પરિસ્થિતિ બધાને બધુુ શીખવી દે છે અને એ ન્યાયે હર્ષલ પણ થોડા સમયમાં જ ભાંગી-તૂટી અંગ્રેેજી શીખી ગયો. 

હર્ષલના પિતા વિક્રમભાઈ નિયમ અનુસાર અમેરિકામાં સાડા છ દિવસ જ કામ કરી શકતાં અને ટૂંકી આવકમાં ઘર ચલાવવું એ તેમના માટે ખુબ જ મુશ્કેલ હતુ. હર્ષલ ત્યારે 17 વર્ષનો હતો એટલે તેણે પણ નોકરી શોધી લીધી. તે ન્યૂજર્સીના એલિઝાબેથમાં એક અત્તરની દુકાનમાં કામ કરતો. તેનો માલિક પાકિસ્તાનનો વતની હતો. તેે હર્ષલ પાસે 13 કલાક કામ કરાવતો અને બદલામાં તેને માત્ર 35 ડોલર જ મળતાં.

એલિઝાબેથમાં આવેલી દુકાન પર હર્ષલને તેના કાકા-કાકી મૂકી જતાં. તેેઓ સવારે 7.30 વાગ્યે તેને ત્યાં ઉતારી દેતા અને દુકાન નવ વાગ્યે ખુુલતી. આ દરમિયાનના સમયમાં તે એલિઝાબેથ રેલ્વે સ્ટેશન પર બેસી રહેતો. હર્ષલ ત્યાં આખો દિવસ ખંતથી કામ કરતો અને સાંજ પડ્યે તેને કાકા-કાકી તેને પાછો ઘરેે લઈ જતા. 

જોકે હર્ષલને આ જીંદગીમાં કંઈક ખુટતું હોય તેવું લાગ્યું. તે બાળપણમાં સારો ક્રિકેટર રહી ચૂક્યો હતો અને તેની બોલિંગની ઝડપ તેના સમવયસ્કોમાં ચડિયાતી હતી. આ કારણે તેને એક પ્રકારનો આદર પણ મળતો. તેની ક્રિકેટર બનવાની ખ્વાઈશ અને અમેરિકાની સંઘર્ષમય જિંદગીને જોતા તેના પરિવારને તેને સ્વદેેશ પાછો મોકલવાનો નિર્ણય લીધો. તેેણે ભારતમાં  રહીને જ ક્રિકેટર તરીકેની કારકિર્દીને ઘડવાનું નક્કી કર્યું. 

માતા-પિતા તેના કરતાં જોજનો દૂર હતા અને આર્થિક મર્યાદા વચ્ચે તેેણે અમદાવાદમાં જિંદગીને ફરી પાટા પર ચઢાવવાની કોશીશ શરુ કરી દીધી. મારા માતા-પિતાએ મને ભારત પાછો મોકલ્યો અને મેં અમદાવાદમાં મારી ક્રિકેટર તરીકેની કારકિર્દીને ફરી ઘડવાનું શરુ કર્યું. મારા માતા-પિતાએ મને કહ્યું હતુુ કે, તું એવું કશું ના કરતો કે જેનાથી અમારી મુશ્કેલીઓ વધી જાય. હર્ષલ પટેલે આ સલાહને ગાંઠે બાંધી લીધી. 

અમદાવાદ પાછા ફર્યા બાદ હર્ષલ પટેલે તેની જિંદગી માત્ર ક્રિકેટને જ સમર્પિત કરી દીધી. તે રોજ સવારે 7.30 વાગ્યે મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ (હાલનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) પહોંચી જતો. ત્યાં 10 વાગ્યા સુધી પ્રેક્ટિસ ચાલતી અને ત્યાર બાદ બધા ઘરે જતાં. પ્રેક્ટિસ પૂરી થતી, ત્યારે ખુબ જ ભૂખ લાગતી. હર્ષલ ત્યારે માત્ર આલુ મટર કે વેજિટેબલ સેન્ડવિચ જ ખાતો. તે સમયે આ સેન્ડવિચીસ માત્ર 7 રુપિયામાં મળતી અને તે જ હર્ષલને પરવડે તેવી હતી. જ્યારે આ જ સેન્ડવિચ ગ્રીલ કરેલી હોય તો તેના 15 રુપિયા થતા. 

વર્ષ 2008-09ની સિઝનમાં હર્ષલ પટેલે બીસીસીઆઈની અંડર-19 વિનૂ માંકડ ટ્રોફીમાં 11 ની સરેરાશથી 23 વિકેટ ઝડપીને ખળભળાટ મચાવ્યો હતો. જુનિયર ક્રિકેેટમાં પ્રભાવશાળી દેખાવ બાદ તેને ગુજરાત તરફથી લિસ્ટ-એ (ઘરઆંગણાની વન ડે) મેચમાં  પ્રવેશ આપવામાં આવ્યો હતો. ટૂૂંકા ગાળામાં રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ખેંચનારા હર્ષલ પટેલને 2010માં રમાયેેલા આઇસીસી અંડર-19 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તે વર્લ્ડ કપમાં ભારતે અશોક મેનારિયાની કેપ્ટન્સીમાં ભાગ લીધો હતો. તે વર્લ્ડ કપની ટીમમાં સૌરાષ્ટ્રનો જયદેેવ ઉનડકટ પર ટીમમાં સામેલ હતો. જોકે ભારત ક્વાર્ટર ફાઈનલમાં પાકિસ્તાન સામે બે વિકેટથી હારી જતાં બહાર ફેંકાયું હતુુ. હર્ષલને આ અંડર-19 વર્લ્ડ કપમાં બે મેચમાં તક મળી હતી.જેમાં તેણે 15 ઓવરમાં 4.53ની સરેરાશથી 68 રન આપ્યા હતા. જોકે, તેને એક પણ વિકેટ મળી નહતી. 


અંડર-19 વર્લ્ડ કપ રમીને પરત ફર્યા બાદ હર્ષલ પટેલને તરત મુંબઈ ઈન્ડિયન્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જોકે ત્યારે નેટ્સમાં બોલિંગ નાંખતો અને સાવ જુનિયર હતો. દરમિયાનમાં તેને 
ગુજરાતની ટીમમાં સ્થાન મળ્યુું નહતુુ. જેના કારણે તેણે હરિયાણાની વાટ પકડી. હરિયાણાએ ગુજરાતના આ ઝંઝાવાતી ફાસ્ટર પટેલને તક આપી અને રણજી ટ્રોફીની પહેલી જ સિઝનમાં તેને ખળભળાટ મચાવ્યો હતો. તેણે હરિયાણાને છેેક સેમિ ફાઈનલ સુધી પહોંચાડ્યું હતુ અને કુલ મળીને 28 વિકેટ ઝડપી હતી. 

હર્ષલ પટેેલને 2012માં બેંગ્લોરે કરારબદ્ધ કર્યો અને તેને દિલ્હી સામેની મેચમાં ઉતાર્યો પણ હતો. જોકે તેને મોટાભાગે બૅકઅપ  ફાસ્ટ બોલર તરીકેની જવાબદારી સોંપવામાં આવતી. તેને નિયમિત રીતે રમવા પણ મળતું નહતુ. આખરે 2018ની આઇપીએલની હરાજી પહેલા કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ હર્ષલનો સંપર્ક સાધ્યો હતો અને તેના માટે બોલી લગાવવાનો વાયદો પણ કર્યો હતો. જોકે કોઈએ બોલી લગાવી નહતી. આખરે દિલ્હી કેપિટલ્સની ટીમે તેને 20 લાખ રુપિયામાં કરારબદ્ધ કર્યો હતો. 

એક સાધારણ ફાસ્ટર તરીકેની કારકિર્દીને આગળ ધપાવવા માટે હર્ષલ તૈયાર નહતો. તેેની ઈચ્છા આકાશની ઉંચાઈને સ્પર્શવાની હતી. આ દરમિયાન તેની વાત તેના ભાઈ સાથે થઈ. તેને હર્ષલને સલાહ આપી કે, તારું મૂલ્ય તારે જાતેે જ વધારવાનું છે. જો તું બીજાઓ કરતાં કંઈક વિશેષ કરીશ. તેમના કરતાં ચડિયાતો સાબિત થઈશ તો તને કરારબદ્ધ કરવામાં ફ્રેન્ચાઈઝીઓ રસ લેશે જ. જો તું આ સ્થિતિને સ્વીકારી લઈશ, તો પછી ક્યારેય આમાંથી બહાર નીકળી નહીં શકે. ભાઈની આ સલાહ હર્ષલના ગળે ઉતરી ગઈ. ત્યાર બાદ તેનું એક નવું જ સ્વરુપ જોવા મળ્યું. તે વધુ જોખમ લેતો અને તેની સામે તેને સફળતા પણ મળતી.

વર્ષ 2021માં તેેને દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સોંપી દીધો અને આ વર્ષ તેના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. તેણે આ સિઝનમાં સૌથી વધુુ વિકેટ ઝડપવાની સાથે પર્પલ કેપ હાંસલ કરી અને આખી દુનિયાની નજર તેના તરફ ગઈ હતી. ભારતીય ટીમમાં પણ તેને સ્થાન મળ્યું હતુ. હર્ષલની કારકિર્દીની સફળતા એ તમામ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારુપ છે. જ્યાં સુધી વ્યક્તિ પોતે જ પોતાના કૌશલ્યોને વધુુ ધારદાર અને અસરકારક બનાવતો નથી, ત્યાં સુધી દુનિયા પણ તેની નોંધ લેતી નથી..

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

શેફાલી વર્મા : લેડી સેહવાગ

રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન

Fifa World Cup -2014 નેધરલેન્ડે ૫-૧ના વિજય સાથે સ્પેન સામે બદલો લીધો