એક સમયે તુટેલા છાપરાંવાળા ઘરમાં રહેતા પોવેલની જિંદગીને ક્રિકેટે બદલી નાંખી
દિલ્હી કેપિટલ્સમાં સામેલ વિન્ડિઝના બેટસમેન રોવમાન પોવેલે હૈદરાબાદ સામેની મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતાં ૩૫ બોલમાં ૬૭* રન ફટકાર્યા હતા. વિન્ડિઝના ધુરંધર બેટ્સમેને અગાઉ પણ તોફાની બેટીંગ કરીને સનસનાટી મચાવી છે. જોકે જમૈકાના આ યુવા ખેલાડીની ઝળહળતી કારકિર્દીની પાછળ તેની માતાનો જબરજસ્ત સંઘર્ષ રહ્યો છે. અત્યંત ગરીબીમા ઉછેરેલો રોવમાન પોવેલ પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ મળી રહે તે માટે ઘેેટાં-બકરાં ચરાવવા જતો હતો. જમૈકામાં જન્મેલા રોવમાનના બાળપણના વર્ષો સંઘર્ષમય રહ્યા હતા. તેની માતા જોએન પ્લુમ્મેર પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેના પાર્ટનરે તેને અબોર્શનની સલાહ આપી. પ્લુમ્મેરે બાળકને જન્મ આપવાનો અને તેને એકલા હાથે ઉછેરવાનો નિર્ણય લીધો. ગરીબી સામેના જિંદગીના સંઘર્ષમાં તેની માતાએ ક્યારે હિંમત હારી નહતી. પોવેલ સાવ નાનકડા તુટેલા છાપરાંવાળા ઘરમાં હતો. તેના પરિવારમાં એક બહેન પણ હતી. માતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે લોકોના ઘરે કપડાં ધોવા અને વાસણ માંજવા જતી. આ પ્રકારે તેને સંઘર્ષ કરીને બાળકોને ઉછેર્યા અને ભણાવ્યા. બાળપણમાં પોવેલ પરિવારનું ગુજરાન ચલાવવામાં માતાને મદદ મળી રહે તે માટે ઘેટાં-બકરાં ચરાવવ...