संदेश

2022 की पोस्ट दिखाई जा रही हैं

શેફાલી વર્મા : લેડી સેહવાગ

चित्र
ક્રિકેટ શીખવા માટે શેફાલીને વાળ કપાવીને છોકરાઓ જેવો લૂક બનાવવો પડ્યો પ્રત્યેક શરુઆત સંઘર્ષની સાથે જોડાયેલી હોય છે અને તેમાં જ્યારે સાતત્ય ઊમેરાય છે, ત્યારે એક ચેમ્પિયન પેદા થાય છે. જેમ પાણીનો વેગ તેના માર્ગમાં આવતી અડચણોથી રોકાતો નથી, પણ તે પોતાની રીતે રસ્તો કરી જ લે છે. તે પ્રકારે પોતાના લક્ષ્યની પ્રાપ્તિની પ્રબળ ઈચ્છા અને દ્રઢ સંકલ્પ હોય તો હિમાલય જેવડી ઉંચાઈ પણ સાવ સામાન્ય લાગે. હકીકતમાં જિંદગીમાં આવતા વિઘ્નો એ હિંમતની કસોટી માટેના હોય છે. જેઓ તેની સામે ઘુંટણ ટેકવી દે છે, તેઓ ક્યારેય પોતાની ક્ષમતા પ્રમાણેની સફળતાને પ્રાપ્ત કરી શકતાં નથી. જ્યારે જાંબાંઝીથી આગળ વધનારને કલ્પનાતીત સફળતાની પ્રાપ્તિ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મહિલા ક્રિકેટમાં એક થી એક ચડિયાતી પ્રતિભાઓ આવી રહી છે, જે ભારતીય ક્રિકેટના વર્તમાનને વધુને વધુ સમૃદ્ધ બનાવી રહી છે. જેમીમા રોડ્રિગ્યુઝ બાદ હરિયાણાની 16 વર્ષીય ખેલાડી શેફાલી વર્માએ ટૂંકા ગાળામાં તેની આક્રમક શૈલીથી ભારે આકર્ષણ જગાવ્યું છે. વિશ્વની ધુરંધર ખેલાડીઓની શેહમાં આવ્યા વિના ભારે આત્મવિશ્વાસ સાથે સ્ટ્રોક્સ ફટકારવાની કુશળતાએ શેફાલીને દુનિયા...

એક સમયે તુટેલા છાપરાંવાળા ઘરમાં રહેતા પોવેલની જિંદગીને ક્રિકેટે બદલી નાંખી

चित्र
  દિલ્હી કેપિટલ્સમાં સામેલ વિન્ડિઝના બેટસમેન રોવમાન પોવેલે હૈદરાબાદ સામેની મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતાં ૩૫ બોલમાં ૬૭* રન ફટકાર્યા હતા. વિન્ડિઝના ધુરંધર બેટ્સમેને અગાઉ પણ તોફાની બેટીંગ કરીને સનસનાટી મચાવી છે. જોકે જમૈકાના આ યુવા ખેલાડીની ઝળહળતી કારકિર્દીની પાછળ તેની માતાનો જબરજસ્ત સંઘર્ષ રહ્યો છે. અત્યંત ગરીબીમા ઉછેરેલો રોવમાન પોવેલ પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ મળી રહે તે માટે ઘેેટાં-બકરાં ચરાવવા જતો હતો. જમૈકામાં જન્મેલા રોવમાનના બાળપણના વર્ષો સંઘર્ષમય રહ્યા હતા. તેની માતા જોએન પ્લુમ્મેર પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેના પાર્ટનરે તેને અબોર્શનની સલાહ આપી. પ્લુમ્મેરે બાળકને જન્મ આપવાનો અને તેને એકલા હાથે ઉછેરવાનો નિર્ણય લીધો. ગરીબી સામેના જિંદગીના સંઘર્ષમાં તેની માતાએ ક્યારે હિંમત હારી નહતી. પોવેલ સાવ નાનકડા તુટેલા છાપરાંવાળા ઘરમાં હતો. તેના પરિવારમાં એક બહેન પણ હતી.  માતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે લોકોના ઘરે કપડાં ધોવા અને વાસણ માંજવા જતી. આ પ્રકારે તેને સંઘર્ષ કરીને બાળકોને ઉછેર્યા અને ભણાવ્યા. બાળપણમાં પોવેલ પરિવારનું ગુજરાન ચલાવવામાં માતાને મદદ મળી રહે તે માટે ઘેટાં-બકરાં ચરાવવ...

હર્ષલ પટેલનો સંઘર્ષ : કિશોરાવસ્થામાં અમેરિકા ગયો અને ત્યાં માત્ર 35 ડોલર મેળવવા માટે 13 કલાક નોકરી કરી !!!

चित्र
  સફળતા દરેકને ગમે છે અને તેમાં ય આઇપીએલમાં કરોડો કમાતા ખેલાડીઓની ઈર્ષ્યા તો કોને ન થાય ? મનગમતી રમત રમવાની અને તેમાં ય પાછા કરોડો રુપિયા મળે. આવી તક તો ભાગ્યે જ કોઈને મળે. બધા આવું જ વિચારતા હોય છે, પણ વાસ્તવિકતા કંઈક જુુદી જ છે. આ ઝાકઝમાળની દુનિયાની પાછળ એક એવું તનાવભર્યું જગત છે કે, જેના પર ભાગ્યે જ કોઈને નજર જાય છે.  આઇપીએલમાં હાલ બેંગ્લોર રોયલ ચેેલેન્જર્સના હર્ષલ પટેલની બોલબાલા છે. હર્ષલ કરોડો કમાઈ રહ્યો છે. બેંગ્લોરે તેના માટે રુપિયા 10.75 કરોડનો ખર્ચ કર્યો છે. વર્ષ 2021ની સિઝનમાં હર્ષલે બેંગ્લોર તરફથી શાનદાર દેખાવ કરતાં આઇપીએલમાં પર્પલ કેપ મેળવી હતી. તેણે ગત સિઝનમાં માત્ર 15 જ મેચમાં 32 વિકેટ ઝડપી હતી અને ટીમને પ્લે ઓફમાં પ્રવેશ અપાવવામાં મદદ કરી હતી. જોકે જૂજ લોકોને ખબર હશે કે, હજુ માત્ર પાંચ વર્ષ પહેલા જ હર્ષલની બેઝપ્રાઈઝ માત્ર 20 લાખ રુપિયા હતી. તેને દિલ્હી કેપિટલ્સે માત્ર 20 લાખ રુપિયામાં જ કરારબદ્ધ કર્યો હતો.  હર્ષલ માત્ર પાંચ વર્ષના ગાળામાં જ પોતાની મહેનત અને લગનથી 20 લાખથી 10.75 કરોડ રુપિયા સુધી પહોંચ્યો હતો. જોકે આ સફળતાની રાહ સાવ આસાન અને ફૂલોથી ભરેલી નહતી...