ચૂંટણી : છુટ્ટા હાથેે સવાલોની મારામારી
જવાબ આવડતો નથી તો સવાલ પૂછો.... વર્ષો પહેલાની વાત છે, પરીક્ષા ચાલી રહી હતી. બધા છોકરાઓ શાંતિથી પેપર લખી રહ્યા હતા. પણ છેલ્લી બેન્ચ પર બેઠેલા કનુને આખુ પ્રશ્નપત્ર સમજાતું નહતુ. તેણે આજુબાજુ જોયું તો બધા જોરશોરથી ઉત્તરવહીઓ ભરવામાં મશગૂલ બની ગયા હતા. ક નુને થયું કે, હવે શું કરું....મને જવાબ તો આવડતા નથી. અચાનક તેના મનમાં એક વિચાર ઝબક્યો અને પછી તો પેપર પુરુ થાય ત્યાં સુધી તો કનુએ પાંચ ઉત્તરવહીઓ ભરી કાઢી હતી. પેપર પુરુ થયુંને બધા બહાર નીકળ્યા ત્યારે કનુની બાજુમાં બેેઠેલા મનુએ કહ્યું , અલ્યા શરુઆતના અડધા કલાકમાં તો તુ સાવ નવરો ધાકોર બેસી રહ્યો હતો અને અચાનક શુ થયું કે, લખવા માંડ્યો અને પાંચ ઉત્તરવહીઓ ભરી કાઢી. કનુએ હસતા હસતા કહ્યું કે, ઉત્તરવહીને મેં પ્રશ્નવહી બનાવી દીધી. મનુને કઇ ના સમજાયું. કનુએ ફરી કહ્યું કે, અલ્યા ભઇ એટલે એમ કે પ્રશ્નપત્રના જવાબોને મેં એમના એમ પાંચ-સાત વખત મેં ઉત્તરવહીમાં ઉતારી લીધા એટલે ઉત્તરવહી બની ગઇ પ્રશ્નવહી ...,- સમજ્યો ! બસ હાલમાં ચાલી રહેલા લોકસભાના ચૂંટણી પ્રચારમાં બધા પક્ષો એકબીજાની સાથે સવાલોની છુટ્ટા હાથની મારામારી કરી રહ્યા છે. જેને જ્યાં મન ફાવે ત...