संदेश

2018 की पोस्ट दिखाई जा रही हैं

35 વર્ષની ઉંમર, ત્રણ બાળકોની માતા અને બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયન : મેરી કોમ તેરા જવાબ નહી...

चित्र
ભારતની એકમાત્ર ઓલિમ્પિક મેડાલીસ્ટ મહિલા બોક્સર છ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે ઃ  સ્ત્રીશક્તિકરણને બદલે સ્ત્રીમેરીકરણ પણ કહી શકાય : મણીપુરમાં અત્યંત ગરીબ પવારમાં જન્મેલી મેરીએ એથ્લેટિક્સ છોડીને બોક્સિંગની રાહ પકડી ને જાણે ચમત્કાર થયો મહેનત એ મનુષ્યને મળેલું એવું શસ્ત્ર છે, જેના થકી અત્યંત દુર્ગમ અને ક્યારેક તો અસાધારણ કહી શકાય તેવી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. રમતની જેમ જિંદગીના દરેક ક્ષેત્રમાં સુવર્ણચંદ્રકને હાંસલ કરવો આસાન નથી. દરેકની સામે પોતપોતાના સ્તરના અનેક પ્રશ્નો – સમસ્યાઓની હાજરી સાહજિક હોય છે, પણ ચેમ્પિયન એ બની શકે છે કે, જે મહેનતના શસ્ત્રથી તેના તમામ હરિફોથી આગળ નીકળી જાય. દુનિયામાં કોઈને કે બધાને પાછળ પાડવા કરતા પોતે (અન્યની ચિંતા છોડી)ને આગળ વધી જવું કેટલું આનંદદાયક હોય છે તેનો અહેસાસ સૌપ્રથમ તો સસલા સાથેની રેસમાં અણધારી સફળતા મેળવનારા પેલા કાચબા સિવાય તો કોઈને થયો હોય ! બાળવાર્તા તરીકેની ઓળખ ધરાવતી કાચબા-સસલાની વાતનો સાર એટલો જ છે કે, જો સસલાની જેમ તમે હરિફો પર નજર દોડાવ્યા કરશો તો ક્યારેય કાચબાની જેમ વિજય રેખાને જોઈ નહિ શકો અને જેના પર મીટ માંડી જ નથી, ત...

ફ્રાન્સને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા 19 વર્ષના ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેેની જિંદગીની રોચક સફર

चित्र
એમ્બાપ્પેની તુલના બ્રાઝિલના લેેજન્ડરી ફૂટબોલર પેેલેેની સાથે થવા માંડી છે  આકાશ હકીકતમાં તો દરેકની આંખોમાં સમાયેલું હોય છે અને પોતપોતાના આકાશને પામવા માટેની દોડ ચારેબાજુ જોવા મળે છે. માત્ર મીટ માંડવા માત્રથી કંઈ હાંસલ થતું નથી. ફેફસાને ધમણની જેમ ધમધમાવવા પડે, નસોમાં વહેતા રક્તના વેગને સાગરની ભરતી જેવા ઘુઘવાટમાં ફેરવવો પડે અને આખા શરીર પર પરસેવારુપી ઝાકળનો અભિષેક સતત થતો રહે તેવો પરિશ્રમ કરવો પડે. સફળતા ક્યારે એકાદ-બે પ્રયાસમાં હાંસલ થતી નથી. સતત પ્રયત્ન જારી રાખવાની સાથે પોતાના લક્ષ્યને હાંસલ કરવાના ઝનૂન પર રોજિંદી ઘટમાળના કંટાળાનો જરા સરીખો કાટ ન ચડે તેનું ધ્યાન રાખનારા જ અનંત આકાશમાં એવી ઉંચાઈને હાંસલ કરી શકે છે કે જે બીજા બધાની આંખોમાં અહોભાવ બનીને ઉભરી આવે છે. સખત મહેનત અને પરિશ્રમને સહારે કારકિર્દીમાં અલગ ઉચાંઈએ પહોંચેલી વિરલ પ્રતિભાઓને સન્માનની સાથે સાથે નામ અને દામ મળે તે સમજી શકાય તેમ છે, પણ છેલ્લા અડધા દશકમાં રમત જગતમાં નવા સુપરસ્ટાર્સને ખોળી કાઢવાની એક અલગ પ્રકારની અધિરાઈ જોવા મળી રહી છે. તેમાંય ફૂટબોલ જેવી વિશ્વની સૌથી લોકપ્રિય રમતમાં ચાહકોની નજર હાલ ક્રિસ્...

કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ મીરાબાઈ ચાનુ વાંસના લાકડા ઉંચકીને પ્રેક્ટિસ કરતી !!!

चित्र
માત્ર 4 ફૂટ 11 ઈંચ ઉંચાઈ અને 48 કિગ્રા વજન ધરાવતી ભારતીય વેઈટલિફ્ટરે 194 કિગ્રા વજન ઉંચકીને દુનિયાને ચકિત કરી દીધી વજન ઊચકવાનો વિશ્વવિક્રમ : મીરાબાઈ ચાનુ કા જવાબ નહી ઈમ્ફાલમાં જન્મેલી મીરાબાઈ પાસે એક સમયે એક ટંકનું દૂધ ખરીદવાના પણ રુપિયા ન હતા – સગી બહેનના લગ્ન જતાં કરીને મીરાબાઈ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ગઈ ત્યારે આખો પરીવાર તેનાથી નારાજ હતો દુનિયામાં રેસ્ટ અને બેસ્ટ વચ્ચે એક જ તફાવત છે અને તે તફાવત વિજય રેખા પર દુનિયાને દેખાય છે. જોકે આરંભ રેખા પર તો રેસ્ટ અને બેસ્ટ એક સાથે જ હોય છે. આરંભ રેખાની ભીડમાં કોઈ પણ રેસ્ટ કે બેસ્ટમાં ફરક કરી શકતું નથી, પણ એક વખત રેસ શરુ થઈ જાય પછી ધીરે ધીરે બંને વચ્ચેનો તફાવત દુનિયાને સ્પષ્ટ જોવા મળવા માંડે છે અને વિજય રેખા તો ચેમ્પિયને ભીડના જંગલમાંથી અલગ કરીને વિશ્વની સમક્ષ લાવીને મૂકે છે. દુનિયા ચેમ્પિયનની ચકાચોંધમાં અંજાઈ જાય છે. તેને મળી રહેલા માન-અકરામ અને તેના ગળામાં ઝગારા મારતાં ચંદ્રકની ચમક એ તો ચેમ્પિયનની વર્ષોની મહેનત અને કલાકો સુધી પોતાની જાત સાથે સંઘર્ષ કરીને પાડેલા પરસેવાની તુલનામાં મળેલી મામૂલી સિદ્ધિ સમાન છે. દરેક ચેમ્...