संदेश

मार्च, 2020 की पोस्ट दिखाई जा रही हैं

રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન

चित्र
જયદેવ ઉનડકટની આગેવાની હેઠળની સૌરાષ્ટ્રની ટીમે ડ્રો થયેેલી ફાઈનલમાં બંગાળને પ્રથમ ઈનિંગની સરસાઈને સહારે હરાવીને સૌપ્રથમ વખત ભારતની પ્રીમિયર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લઈને ઈતિહાસ રચી દીધો હતો. સૌરાષ્ટ્ર નામ હેઠળ આ તેમનું પ્રથમ ટાઈટલ હતુ. જ્યારે અગાઉ સૌરાષ્ટ્ર વિસ્તારની ટીમ - વેર્સ્ટન ઈન્ડિયાએ રણજી ટ્રોફી જીતી ત્યારે તો ભારત આઝાદ પણ થયું નહતુ. તેે સાલ ઈ.સ. 1943-44ની હતી. આ અગાઉ રણજી ટ્રોફી જેમના નામથી રમાય છે, તેવા ભારતીય ક્રિકેટના ભિષ્મપિતામહ એવા જામ રણજીતસિંહજીના રજવાડા નવાનગર (આજનું જામનગર)ની ટીમે ઈ.સ. 1936-37માં આ ટાઈટલ જીત્યું હતુ. નોંધપાત્ર બાબત એ છેે કે, રણજી ટ્રોફીનો પ્રારંભ ઈ.સ. 1934માં થયો હતો. ભારતીય ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રદાન અને તેનો ઈતિહાસ અત્યંત ગૌરવપ્રદ રહેલો છે અને યુવા પેઢીએ સાડા સાત દાયકા બાદ ફરી વખત રણજીતસિંહજીની ભૂમિને રાષ્ટ્રીય સ્તરેે ગૌરવ અપાવ્યું છે. સૌરાષ્ટ્રની આ સિદ્ધિમાં ટીમના દરેકેદરેેક ખેલાડીએ નિર્ણાયક તબક્કે પોતપોતાની ભૂમિકા ભજવતા ટીમને સફળતા અપાવી છે. જોકે આ બધામાં કેેટલીક વિશિષ્ટ પ્રતિભા અને તેમના પ્રદર્શને તો ઈતિહાસમાં અમર સ્થાન હાંસલ...