संदेश

जून, 2014 की पोस्ट दिखाई जा रही हैं

Fifa World cup - 2014 ફ્રાન્સ અને આર્જેન્ટીનાની વિજય સાથે શરુઆત

ફિફા વર્લ્ડ કપ -૨૦૧૪ ફ્રાન્સ વિ. હોન્ડુરાસ તારીખ ઃ ૧૬.૬.૧૪, સોમવારે સમય ઃ રવિવારે મધરાત બાદ ૧૨.૩૦થી ફ્રાન્સે ગોલ લાઇન ટેકનોલોજીની મદદથી હોન્ડુરાસને હરાવ્યું ફ્રાન્સે ગત વર્લ્ડ કપની નિષ્ફળતાને ભૂલીને ફિફા વર્લ્ડ કપમાં નવેસરથી શરુઆત કરતાં હોન્ડુરાસના ખેલાડીઓને તેમની જોખમી રમત છતાં હાર આપી હતી. ફ્રાન્સ અને હોન્ડુરાસની મેચમાં પહેલી વખત ગોલ લાઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ ફ્રાન્સને મળ્યો હતો અને તેઓ ૩-૦થી વિજેતા બન્યા હતા. હોન્ડુરાસના ખેલાડીઓએ શરુઆતથી જ આક્રમક રમત દર્શાવતા ફ્રાન્સના ખેલાડીઓને પરેશાન કરી દીધા હતા. હોન્ડુરાસના ડિફેન્ડર વિલ્સન પાલાસીયોએ ડી એરિયામાં પોલ પોગ્બા પર ફાઉલ કરતાં ફ્રાન્સને પેનલ્ટી કીક મળી હતી અને રિયલ મેડ્રીડના સ્ટાર ખેલાડી કરીમ બેન્ઝેમાએ બોલને ગોલમાં મોકલી આપતાં ફ્રાન્સે ૪૫મી મિનિટે ગોલ ફટકારી દીધો હતો. પાલાસીયોને પોગ્બાને જોરથી ધક્કો મારવા બદલ બ્રાઝિલીયન રેફરી સાન્દ્રો મેઇરા રીસ્સીએ રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર મોકલી દીધો હતો. બેન્ઝેમાના ગોલ પછીની ત્રીજી જ મિનિટે ફરી બેન્ઝેમાએ હોન્ડુરાસના ગોલ પર આક્રમણ કર્યું હતુ ...

Fifa World Cup - 2014 સ્વિત્ઝર્લેન્ડે આખરી ૩૦ સેકન્ડમાં એક્વાડોર પાસેથી બાજી આંચકી

ફિફા વર્લ્ડ કપ - ૨૦૧૪ સ્વિત્ઝર્લેન્ડ વિ. એક્વાડોર તા. ૧૫.૬.૨૦૧૪ (રવિવાર) સમય ઃ રાત્રે ૯.૩૦ વાગ્યાથી ગ્રુપ - ઈ મેચ નંબર ઃ ૮ સ્વિત્ઝર્લેન્ડને આખરી ૩૦ સેકન્ડમાં એક્વાડોર પાસેથી બાજી આંચકી સ્વિત્ઝર્લેન્ડ તરફથી બંને ગોલ સબ્સીટ્યૂટ (અવેજી) ખેલાડીઓએ ફટકાર્યા બ્રાઝિલમાં રમાઇ રહેલા વર્લ્ડ કપમાં કેટલીક છુપાયેલી પ્રતિભાઓ અને ડાર્ક હોર્સ બનનારી ટીમો આવા જ મુકાબલામાંથી બહાર આવતી હોય છે. વર્લ્ડ રેન્કિગમાં સ્વિત્ઝર્લેન્ડ કરતાં ક્યાંય પાછળ રહેલી એક્વાડોરની ટીમે વિશ્વને બતાવ્યું કે રેન્કિંગ એ ટીમના પર્ફોમન્સનું પ્રતિબિંબ માત્ર છે, રેન્કિંગના કારણે ટીમોનો દેખાવ સારો જ હોય તેવું જરુરી નથી. સ્વિત્ઝર્લેન્ડની ટીમને એન્નેર વાલેન્સિયાએ મેચની ૨૨મી મિનિટે સુપર્બ હેડર ગોલને સહારે આંચકો આપ્યો હતો. વોલ્ટર એયોવીએ ફ્રિ કિક ફટકારી તેના પર વાલેન્સીયાએ ગોલ ફટકાર્યો હતો, આ વાલેન્સિયાનો તેના દેશ તરફથી સતત પાંચમી મેચમાં પાંચમો ગોલ હતો. એક્વાડોરના સ્ટનિંગ ગોલ પછી સ્વિત્ઝર્લેન્ડની ટીમે બરોબરી મેળવવાનો સંઘર્ષ જારી રાખ્યો હતો પણ તેમના ભાગ્ય આડેનું પાદડું ખસેડવાનું કામ કોચ ઓટ્ટામારા હિટ્સઝઓફે ખેલાડીને સબ...

Fifa World cup -2014 હાઇવોલ્ટેજ જંગમાં ઇટાલીએ ૨-૧થી ઈંગ્લેન્ડને હરાવ્યું - કોસ્ટા રિકા બિગેસ્ટ સરપ્રાઇઝ

ફૂટબોલ વર્લ્ડ કપ -૨૦૧૪ મેચ નંબર ઃ ૫ તા. ૧૪.૦૬.૧૪ (શનિવાર) સમય ઃ રાત્રે ૯.૩૦થી ગ્રુપ - સી કોલંબિયાએ ૩-૦થી ગ્રીસને હરાવ્યું કોલંબિયાએ વર્લ્ડ કપનો ધમાકેદાર પ્રારંભ કરતાં ભૂતપૂર્વ યુરોપીયન ચેમ્પિયન ગ્રીસ સામે ૩-૦થી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મુકાબલામાં શરુઆતમાં ગ્રીસને જીતવા માટે ફેવરિટ માનતા વિવેચકો અને ચાહકોને મેચની પાંચમી મિનિટે જ પાબ્લો એમરોઝે ગ્રીસને આંચકો આપ્યો હતો. આ પછી કોલંબિયન ખેલાડીઓએ આગવા અંદાજમાં ડાન્સ કર્યો હતો.  આ લો પ્રોફાઇલ મેચમાં ગ્રીસના ખેલાડીઓને કોલંબિયાના ખેલાડીઓએ હંફાવ્યા હતા. કોલંબિયાએ જોરદાર આક્રમણ કરતાં ગ્રીસના ડિફેન્ડરો અને ગોલકિપરને પરેશાન કરી દીધા હતા. ગ્રીસ તરફથી કારાગોનિસે એક પાવરફૂલ કીક કોલંબિયાના ગોલ પર ફટકાર્યો હતો પણ તે બહારની તરફ જતો રહ્યો હતો.  પ્રથમ હાફમાં ૧-૦થી સરસાઇ ધરાવતા કોલંબિયાએ બીજા હાફમાં વધુ આક્રમક રમત દેખાડી હતી. રેડમેલ ફાલ્કોની ગેરહાજરીમાં ટેઓફિલો ગુટીરેઝે ક્લાસિક ગોલ ફટકાર્યો હતો. ગુટીરેઝે મેચની ૫૮મી મિનિટે ગ્રીસને વધુ એક ફટકો પહોંચાડ્યો હતો અને ટીમને ૨-૦થી સરસાઇ અપાવી દીધી હતી.  આખરી પળોમા...

Fifa World Cup -2014 નેધરલેન્ડે ૫-૧ના વિજય સાથે સ્પેન સામે બદલો લીધો

ફિફા વર્લ્ડ કપ -૨૦૧૩ મેચ નંબર - ૩ તા. ૧૪.૦૬.૨૦૧૪, રવિવારે સમય - ૧૨.૩૦ વાગ્યાથી નેધરલેન્ડે ૪-૧ના વિજય  સાથે સ્પેન સામે બદલો લીધો છેલ્લા વર્લ્ડ કપના ફાઇનલીસ્ટ નેધરલેન્ડ અને સ્પેન વચ્ચે રમાયેલી ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડ કપની પહેલી ગ્રુપ મેચમાં ખુબ જ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ૨૦૧૦ની વર્લ્ડ કપની ફાઇનલમાં હારેલા નેધરલેન્ડે ચાર વર્ષ સુધી રાહ જોવા બાદ બ્રાઝિલમાં તેની હારનો બદલો વ્યાજ સાથે વાળી દેતા હોય તેમ સ્પેનને ૫-૧થી કચડી નાંખ્યું હતુ. વિશ્વના કોઇ પણ ફૂટબોલ ચાહક માટે સ્પેનનો ત્રણ ગોલથી પરાજય થયો તે સમાચાર આઘાત જનક હોય છે, ત્યારે કેસિયસ અને તેની ટીમના ખેલાડીઓએ આ હાર પછી કેટલી હતાશાનો અનુભવ કર્યો હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. ભારે રસકસીભર્યા મુકાબલાની શરુઆત આમ તો એક તરફી રીતે થઇ હતી. સ્પેનના ખેલાડીઓએ શરુઆતથી જ મેચ પર જાણે કબજો જમાવી લીધો હોય તેવો દેખાવ કર્યો હતો. જ્યારે નેધરલેન્ડ તરફથી રોબ્બેન અને ડે વ્રિજે જોરદાર કોમ્બીનેશન દેખાડતા સ્પેનિશ ડિફેન્સને હંફાવ્યું હતુ. જો કે સ્પેનના શરુઆતના આક્રમણોને ખાળવાનો સમય નેધરલેન્ડના ડિફેન્ડને મળ્યો નહતો અને નેધરલેન્ડના ડી એરિયામાં સ્પેન...

Fifa World cup -2014 નેયમારના મેજિકથી બ્રાઝિલ ફૂટબોલ જગત પર છવાયું

ફિફા વર્લ્ડ કપ ૨૦૧૪ મેચ નંબર ૧ ગ્રુપ-એ તા.૧૩.૦૬.૧૪ (શુક્રવાર) રાત્રે ૧ - ૩૦ કલાકે ક્રોએશિયાને કચડીને બ્રાઝિલનો ધમાકેદાર પ્રારંભ ૧૧મી મિનિટે માર્સેલોનાના સેલ્ફ ગોલને સહારે ક્રોએશિયાને ૧-૦થી સરસાઇ. બ્રાઝિલના વર્લ્ડ કપ ફૂટબોલ ઇતિહાસનો આ સૌપ્રથમ સેલ્ફ ગોલ હતો.  નેયમારે ૨૯મી મિનિટે ડી એરિયાની બહારથી ક્લાસિક કીકથી ગોલ ફટકાર્યો અને બ્રાઝિલે બરોબરી મેળવી ક્રોએશિયાના ડી એરિયામાં ડિફેન્ડર ડેજાન લોવરેને ફ્રેડને ધક્કો મારીને પાડી દેતાં રેફરી યુઇચી નિશિમુરાએ બ્રાઝિલને પેનલ્ટી કીક આપી. ક્રોએશિયાની નારાજગી વચ્ચે નેયમારે પેનલ્ટી કીકને ગોલમાં પલ્ટીને બ્રાઝિલને ૨-૧થી સરસાઇ અપાવી ગોલકિપર સ્ટીપે પ્લેટીકોસાના હાથ નેયમારે ફટકારેલી પેનલ્ટી કીકને અટકાવવા માટે બોલને સ્પર્શ્યા પણ તે બોલને ગોલમાં જતો અટકાવી ના શક્યો. આખરે ઇન્જરી ટાઇમમાં બ્રાઝિલે અચાનક આક્રમણ કર્યું અને ઓસ્કારે પણ ડી એરિયાની બહારથી જ ડાબા પગની પાવરફૂલ કીકને સહારે બોલને ગોલની અંદર કોર્નરમાં મોકલી આપ્યો. રેફરીને કુલ ચાર યલો કાર્ડ બતાવવા પડ્યા, જેમાં એક કાર્ડ નેયમારને પણ લુકા મોડ્રીક પર ફાઉલ કરવા બદલ દેખાડવામાં આવ્યું હતુ. ...

FiFa WoRlD cUp - 2014 સ્પેન ટાઇટલને જાળવવા માટે સજજ

चित्र
ફૂટબોલ વર્લ્ડ કપ - ૨૦૧૪ ઇજાગ્રસ્ત ડીએગો કોસ્ટાને ટીમમાં સામેલ કરવાનો જુગાર ફળશે ? સ્પેનના ૨૩ સુપર હિરો વર્લ્ડ કપનો તાજ જાળવવા માટે સજ્જ કોચ ડેલ બોસ્ક માટે બ્રાઝિલની ભૂમિ પર એસિડ ટેસ્ટ સાઉથ આફ્રિકામાં ચાર વર્ષ પહેલા જ્યારે વર્લ્ડ કપ રમાયો ત્યારે સ્પેને તેની સુપ્રીમસી સાબિત કરતાં યુરોપીયન ચેમ્પિયન હોવાની સાથે વ ર્લ્ડ ચેમ્પિયનનો તાજ જીતી લીધો હતો. હવે ચાર વર્ષ બાદ વર્લ્ડ કપ ૨૦૧૪માં બ્રાઝીલમાં રમાવા જઇ રહ્યો છે, ત્યારે સ્પેને તેના વર્લ્ડ ચેમ્પિયનના તાજની રક્ષા માટે ૨૩ સુપરહિરોની જાહેરાત કરી દીધી છે. કોચ ડેલ બોસ્ક માટે બ્રાઝિલની ધરતી એસિડ ટેસ્ટ માટે તૈયાર છે પણ તેઓને ભરોસો છે કે યુવા અને અનુભવી ખેલાડીઓની હાજરી ટીમને જીત અપાવશે. સ્પેનની વર્લ્ડ કપ માટેની ટીમમાં મોટાભાગે ચાર વર્ષ જૂના જ ચહેરા છે જેમ કે ઇનિસ્તા, ફર્નાન્ડો ટોરેસ, ડેવિડ વિયા, ગોલકિપર ઇકર કેસિયસ, ક્ષાવી હેર્નાન્ડેઝ, રેમોસ. આ બધાની વચ્ચે ગત વર્લ્ડ કપના સિનિયર ખેલાડી કાર્લોસ પુયોલની ગેરહાજરી જોઇ શકાય છે. જેના કારણે સ્પેનના ડિફેન્સમા ગાબડું પડ્યું છે, છતાં હાઇપ્રોફાઇલ ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડી છે. સ્પેનિશ ટીમ જોવા...