Fifa World Cup - 2014 સ્વિત્ઝર્લેન્ડે આખરી ૩૦ સેકન્ડમાં એક્વાડોર પાસેથી બાજી આંચકી
ફિફા વર્લ્ડ કપ - ૨૦૧૪
સ્વિત્ઝર્લેન્ડ વિ. એક્વાડોર
તા. ૧૫.૬.૨૦૧૪ (રવિવાર)
સમય ઃ રાત્રે ૯.૩૦ વાગ્યાથી
ગ્રુપ - ઈ
મેચ નંબર ઃ ૮
સ્વિત્ઝર્લેન્ડને આખરી ૩૦ સેકન્ડમાં એક્વાડોર પાસેથી બાજી આંચકી
સ્વિત્ઝર્લેન્ડ તરફથી બંને ગોલ સબ્સીટ્યૂટ (અવેજી) ખેલાડીઓએ ફટકાર્યા
બ્રાઝિલમાં રમાઇ રહેલા વર્લ્ડ કપમાં કેટલીક છુપાયેલી પ્રતિભાઓ અને ડાર્ક હોર્સ બનનારી ટીમો આવા જ મુકાબલામાંથી બહાર આવતી હોય છે. વર્લ્ડ રેન્કિગમાં સ્વિત્ઝર્લેન્ડ કરતાં ક્યાંય પાછળ રહેલી એક્વાડોરની ટીમે વિશ્વને બતાવ્યું કે રેન્કિંગ એ ટીમના પર્ફોમન્સનું પ્રતિબિંબ માત્ર છે, રેન્કિંગના કારણે ટીમોનો દેખાવ સારો જ હોય તેવું જરુરી નથી.
સ્વિત્ઝર્લેન્ડની ટીમને એન્નેર વાલેન્સિયાએ મેચની ૨૨મી મિનિટે સુપર્બ હેડર ગોલને સહારે આંચકો આપ્યો હતો. વોલ્ટર એયોવીએ ફ્રિ કિક ફટકારી તેના પર વાલેન્સીયાએ ગોલ ફટકાર્યો હતો, આ વાલેન્સિયાનો તેના દેશ તરફથી સતત પાંચમી મેચમાં પાંચમો ગોલ હતો.
એક્વાડોરના સ્ટનિંગ ગોલ પછી સ્વિત્ઝર્લેન્ડની ટીમે બરોબરી મેળવવાનો સંઘર્ષ જારી રાખ્યો હતો પણ તેમના ભાગ્ય આડેનું પાદડું ખસેડવાનું કામ કોચ ઓટ્ટામારા હિટ્સઝઓફે ખેલાડીને સબસ્ટીટ્યૂટ કરીને કરી બતાવ્યું હતુ. તેમણે સ્ટોકેરના સ્થાને ૪૫મી મિનિટે એડમિર મેહમેડીને મેદાન પર ઉતાર્યો હતો. તેને મેદાન પર આવ્યાની ત્રીજી જ મિનિટે પોતાનો ચમત્કાર દેખાડતાં મેહમેડીએ ગોલ ફટકારતાં હાફ ટાઈમ સુધી ૦-૧થી સંઘર્ષ કરતીં સ્વિત્ઝર્લેન્ડની ટીમને બરોબરી પર લાવી દીધી હતી.
વર્તમાન વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેનારા હિટ્સઝઓફે ચેમ્પિયન્સ લીગમાં બ્રુસીયા ડોર્ટમંડ અને બાયર્ન મ્યુનિચની સાથે સફળતા મેળવી હતી. આટલું જ નહી, તેઓ ૧૯૫૪ બાદ પહેલી વખત સ્વિત્ઝર્લેન્ડને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચાડવાના રિયાલીસ્ટીક લક્ષ્ય સાથે અહીં આવી પહોંચ્યા છે.
સ્વિત્ઝર્લેન્ડ અને એક્વાડોરે બરોબરી પર આવ્યા બાદ ફરી સરસાઇ મેળવવાના પ્રયાસ જારી રાખ્યા હતા. આ તબક્કે હિટ્સઝઓફે ફરી એક વખત માસ્ટર કાર્ડ ઉતરતા હોય તેમ ડર્મિચના બદલે ૭૫મી મિનિટે હેરિસ સેફેરોવિચને મેદાન પર ઉતાર્યો હતો. સ્વિસ કોચનો બીજો અવેજી ખેલાડી પણ તેની સાથે વિનર્સ લક લઇને મેદાન પર આવ્યો હતો અને આખરે જ્યારે મેચની છેલ્લી ત્રીસ સેકન્ડ઼ બાકી હતી ત્યારે સુપર્બ ગોલ ફટકારીને ટીમને ૨-૧થી નાટકીય વિજય અપાવ્યો હતો. જ્યારે એક્વાડોર છેક સુધી બરોબરી પર પહોંચ્યા બાદ આખરે ૨-૧થી હારી ગયું હતુ.
Fellow substitute Admir Mehmedi headed Switzerland level after Enner Valencia had given Ecuador a half-time lead.
Valencia's header from a Walter Ayovi free-kick was his fifth goal in successive games for his country.
टिप्पणियाँ