FiFa WoRlD cUp - 2014 સ્પેન ટાઇટલને જાળવવા માટે સજજ
ફૂટબોલ વર્લ્ડ કપ - ૨૦૧૪
ઇજાગ્રસ્ત ડીએગો કોસ્ટાને ટીમમાં સામેલ કરવાનો જુગાર ફળશે ?
સ્પેનના ૨૩ સુપર હિરો વર્લ્ડ કપનો તાજ જાળવવા માટે સજ્જ
કોચ ડેલ બોસ્ક માટે બ્રાઝિલની ભૂમિ પર એસિડ ટેસ્ટ
સાઉથ આફ્રિકામાં ચાર વર્ષ પહેલા જ્યારે વર્લ્ડ કપ રમાયો ત્યારે સ્પેને તેની સુપ્રીમસી સાબિત કરતાં યુરોપીયન ચેમ્પિયન હોવાની સાથે વ ર્લ્ડ ચેમ્પિયનનો તાજ જીતી લીધો હતો. હવે ચાર વર્ષ બાદ વર્લ્ડ કપ ૨૦૧૪માં બ્રાઝીલમાં રમાવા જઇ રહ્યો છે, ત્યારે સ્પેને તેના વર્લ્ડ ચેમ્પિયનના તાજની રક્ષા માટે ૨૩ સુપરહિરોની જાહેરાત કરી દીધી છે. કોચ ડેલ બોસ્ક માટે બ્રાઝિલની ધરતી એસિડ ટેસ્ટ માટે તૈયાર છે પણ તેઓને ભરોસો છે કે યુવા અને અનુભવી ખેલાડીઓની હાજરી ટીમને જીત અપાવશે.
સ્પેનની વર્લ્ડ કપ માટેની ટીમમાં મોટાભાગે ચાર વર્ષ જૂના જ ચહેરા છે જેમ કે ઇનિસ્તા, ફર્નાન્ડો ટોરેસ, ડેવિડ વિયા, ગોલકિપર ઇકર કેસિયસ, ક્ષાવી હેર્નાન્ડેઝ, રેમોસ. આ બધાની વચ્ચે ગત વર્લ્ડ કપના સિનિયર ખેલાડી કાર્લોસ પુયોલની ગેરહાજરી જોઇ શકાય છે. જેના કારણે સ્પેનના ડિફેન્સમા ગાબડું પડ્યું છે, છતાં હાઇપ્રોફાઇલ ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડી છે.સ્પેનિશ ટીમ જોવા પછી કહી શકાય કે તેઓએ એટ્લેટિકો મેડ્રીડના સ્ટ્રાઇકર ડીએગો કોસ્ટાને ફિટનેસની સમસ્યા છતાં ટીમમાં સમાવીને જુગાર ખેલ્યો છે. કોસ્ટાએ એટ્લેટિકો મેડ્રીડને ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો, જો કે તેની કલબે કોસ્ટાને ઇજાના કારણે મહત્વની મેચોમાં ખુબ જ ઓછો સમય રમાડ્યો હતો. હવે તે ડેલ બોસ્કને કેટલો મદદગાર સાબિત થાય છે તે તો આવનારા દિવસોમાં જ નક્કી થશે.
સ્પેને તો ચાર વર્ષ જુની ટીમ લઇને ફરી વર્લ્ડ કપ જીતવાની આશા વ્યક્ત કરી છે, જો કે બાકીની ટીમો ઘણી આગળ વધી છે. મોટાભાગની ટીમોમાં બેથી ચાર ખેલાડીઓ તો એવા છે કે જેઓ ચાર વર્ષ પહેલાના વર્લ્ડ કપમાં મેદાનમાં પોતાની કુશળતા દર્શાવી ચૂક્યા છે. સ્પેને પડતા મુકેલા કેટલાક મહત્વના ખેલાડીઓમાં એલ્વારો નેગ્રેડો, ડેનિયલ કાર્વાજાલ અને ફર્નાન્ડો લોરેન્ટે સામેલ છે, જેઓને ૨૦૧૪ના વર્લ્ડ કપની ટીકીટ મળી નથી.
टिप्पणियाँ