Fifa World cup -2014 હાઇવોલ્ટેજ જંગમાં ઇટાલીએ ૨-૧થી ઈંગ્લેન્ડને હરાવ્યું - કોસ્ટા રિકા બિગેસ્ટ સરપ્રાઇઝ

ફૂટબોલ વર્લ્ડ કપ -૨૦૧૪

મેચ નંબર ઃ ૫
તા. ૧૪.૦૬.૧૪ (શનિવાર)
સમય ઃ રાત્રે ૯.૩૦થી
ગ્રુપ - સી

કોલંબિયાએ ૩-૦થી ગ્રીસને હરાવ્યું

કોલંબિયાએ વર્લ્ડ કપનો ધમાકેદાર પ્રારંભ કરતાં ભૂતપૂર્વ યુરોપીયન ચેમ્પિયન ગ્રીસ સામે ૩-૦થી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મુકાબલામાં શરુઆતમાં ગ્રીસને જીતવા માટે ફેવરિટ માનતા વિવેચકો અને ચાહકોને મેચની પાંચમી મિનિટે જ પાબ્લો એમરોઝે ગ્રીસને આંચકો આપ્યો હતો. આ પછી કોલંબિયન ખેલાડીઓએ આગવા અંદાજમાં ડાન્સ કર્યો હતો. 

આ લો પ્રોફાઇલ મેચમાં ગ્રીસના ખેલાડીઓને કોલંબિયાના ખેલાડીઓએ હંફાવ્યા હતા. કોલંબિયાએ જોરદાર આક્રમણ કરતાં ગ્રીસના ડિફેન્ડરો અને ગોલકિપરને પરેશાન કરી દીધા હતા. ગ્રીસ તરફથી કારાગોનિસે એક પાવરફૂલ કીક કોલંબિયાના ગોલ પર ફટકાર્યો હતો પણ તે બહારની તરફ જતો રહ્યો હતો. 

પ્રથમ હાફમાં ૧-૦થી સરસાઇ ધરાવતા કોલંબિયાએ બીજા હાફમાં વધુ આક્રમક રમત દેખાડી હતી. રેડમેલ ફાલ્કોની ગેરહાજરીમાં ટેઓફિલો ગુટીરેઝે ક્લાસિક ગોલ ફટકાર્યો હતો. ગુટીરેઝે મેચની ૫૮મી મિનિટે ગ્રીસને વધુ એક ફટકો પહોંચાડ્યો હતો અને ટીમને ૨-૦થી સરસાઇ અપાવી દીધી હતી. 

આખરી પળોમાં ગ્રીસ પણ ગોલ ફટકારવા માટે મરણિયું બન્યું હતુ પણ ભાગ્યનો સાથ તેમને મળ્યો નહતો અને ગોલની બરોબર સામેથી ગ્રીસના થેઓફાનિસ ગેકાસે પાવરફૂલ હેડર ફટકાર્યું હતુ, જે ગોલ પોસ્ટની ઉપરના પોલને ટકરાઇને બોલ પાછો મેદાનમાં આવી ગયો હતો. આખરે રોડ્રીગ્યુઝે ૯૦મી મિનિટે ત્રીજો ગોલ ફટકારતાં ટીમને ૩-૦થી જીત અપાવી હતી. 

------------------------------------------------------------------------------------------------------------
ફૂટબોલ વર્લ્ડ કપ -૨૦૧૪

મેચ નંબર ઃ ૭
તા. ૧૫.૦૬.૧૪ (રવિવાર)
સમય ઃ પરોઢે ૩.૩૦ વાગ્યાથી


ઈંગ્લેન્ડનો ઇટાલી સામે ૨-૧થી પરાજય

બ્રાઝિલના માનાઅસ શહેરના એરિના એમેઝોનિયામાં રમાયેલી આ યુરોપીની બે હાઇપ્રોફાઇલ ટીમો વચ્ચેનો જંગ ભારે રસાકસી અને રોમાંચથી ભરપૂર રહ્યો હતો. બ્રાઝિલના ભેજવાળા વાતાવરણમાં રમાયેલી મેચમાં બંને ખેલાડીઓ ગરમી અને સતત નિકળતા પરસેવાથી પરેશાન રહ્યા હતા, છતાં ચાહકો દિલધડક મેચના રોમાંચમાં બધુ ભુલી ગયા હતા. 

પ્રથમ હાફમાં ઈંગ્લેન્ડ અને ઈટાલીના ખેલાડીઓએ આમને સામને આક્રમણ કરતાં ગોલ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ તેમાં સફળ રહ્યા હતા. એક તબક્કે લાગતું હતુ કે, બંને ટીમોને હજુ સંઘર્ષ કરવો પ઼ડશે, ત્યારે મેચની ૩૫મી મિનિટે જ માર્ચિસીયોએ ઈંગ્લેન્ડના ચાહકોને આંચકો આપતાં ગોલ ફટકાર્યો હતો.

ઇટાલીના ચાહકો અને ફૂટબોલરો જોશમાં આવી ગયા હતા. જ્યારે ઈંગ્લેન્ડના ખેલાડીઓ હવે બરોબરી મેળવવાના પ્રયાસમાં લાગી ગયા હતા. ઇટાલીની સરસાઇની બે મિનિટ બાદ જ ઈંગ્લેન્ડે બરોબરી મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડના કાઉન્ટર એટેકને સ્ટુરીગેએ સફળ બનાવતા ગોલ ફટકાર્યો હતો. 

ગોલ ફટકારીને સરસાઇ મેળવવા બંને ટીમોના જોરદાર પ્રયાસો છતાં કોઇને તેમાં સફળતા મળી નહતી. આખરે મેચની ૫૦મી મિનિટે દુરથી આવેલા ક્રોસ પાસને ઇટાલીના સુપર મારિયા બાલોટેલીઓ ખુબ જ ચપળતાથી એક તરફથી હેડર વડે બોલને ગોલમાં મોકલી આપ્યો હતો. આ સાથે ઇટાલીએ ૨-૧થી સરસાઇ મેળવી હતી.

ઈંગ્લેન્ડના સ્ટાર ફોરવર્ડ વેન રુનીને પણ આખરી પળોમાં બરોબરીની તક મળી હતી પણ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહતો અને ઈટાલી જીતી ગયું હતુ. હવે ઈંગ્લેન્ડની રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશવાની આશા ધુંધળી બની છે કારણ કે હવે બાકીની બે મેચમાં તેમણે ઉરૃગવે અને કોસ્ટા રિકાનો સામનો કરવાનો છે. કોસ્ટારિકાએ ઉરુગ્વેને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. 

------------------------------------------------------------------------------------------------------------
ફૂટબોલ વર્લ્ડ કપ -૨૦૧૪

મેચ નંબર ઃ ૬
તા. ૧૪.૦૫.૧૪ (શનિવાર)
સમય ઃ રાત્રે ૧૨.૩૦થી

કોસ્ટા રિકાનો અપસેટ ઃ ઉરૃગ્વેનો પરાજય

હાઇપ્રોફાઇલ ઉરુગ્વેની ટીમને ૩-૧થી હરાવીને કોસ્ટા રિકાએ મેજર અપસેટ સર્જ્યો હતો. ફોર્લાન, સુરેઝ,, લુગાનો, ગોબિન જેવા સ્ટાર્સ ધરાવતા ઉરુૃગ્વેને હરાવીને કોસ્ટા રિકાએ રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવી દીધી હતી.

જોશીલા કોસ્ટા રિકા સામે ઉરૃગ્વેના ખેલાડીઓ ધીમા પડતા જોઇ શકાતા હતા. તેમાં ય ઉરુગ્વેના કોચે સુરેઝને આખી મેચમાં આરામ આપ્યો હતો. પ્રથમ હાફમાં ૨૪મી મિનિટે મળેલી પેનલ્ટીને કાવાનીએ ગોલમો મોકલી આપતાં ઉરુગ્વેએ ૧-૦થી સરસાઇ મેળવી હતી, જે હાફ ટાઇમ સુધી ટકી હતી. 


જો કે બીજા હાફમાં જોરદાર વ્યુહરચના સાથે પાછા ફરી કોસ્ટા રિકાએ એક પછી એક એમ ત્રણ ગોલ ફટકારીને વિશ્વને ચોંકાવી દીધું હતુ. ઉરુગ્વેના ડિફેન્ડના લીરે લીરા ઉડાડતા કોસ્ટા રિકા તરફથી ૫૪મી મિનિટે કેમ્પબેલે, ૫૭મી મિનિટે ડ્યુએર્ટાએ અને આખરે ૮૪મી મિનિટે ઉરેનાએ ગોલ ફટકાર્યા હતા.

ફૂટબોલ વર્લ્ડ કપમાં કોસ્ટા રિકાનો આ ઉરુગ્વે સામેનો પહેલો વિજય હતો. જ્યારે ઉરુગ્વેના પરેરાને જોખમી રમત બદલ રેડકાર્ડ દેખાડવામાં આવ્યું હતુ, જે આ વર્લ્ડ કપનું સૌપ્રથમ રેડ કાર્ડ હતુ.





टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

શેફાલી વર્મા : લેડી સેહવાગ

ચૂંટણી : છુટ્ટા હાથેે સવાલોની મારામારી

રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન