Fifa World Cup -2014 નેધરલેન્ડે ૫-૧ના વિજય સાથે સ્પેન સામે બદલો લીધો

ફિફા વર્લ્ડ કપ -૨૦૧૩

મેચ નંબર - ૩
તા. ૧૪.૦૬.૨૦૧૪, રવિવારે
સમય - ૧૨.૩૦ વાગ્યાથી

નેધરલેન્ડે ૪-૧ના વિજય  સાથે સ્પેન સામે બદલો લીધો

છેલ્લા વર્લ્ડ કપના ફાઇનલીસ્ટ નેધરલેન્ડ અને સ્પેન વચ્ચે રમાયેલી ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડ કપની પહેલી ગ્રુપ મેચમાં ખુબ જ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ૨૦૧૦ની વર્લ્ડ કપની ફાઇનલમાં હારેલા નેધરલેન્ડે ચાર વર્ષ સુધી રાહ જોવા બાદ બ્રાઝિલમાં તેની હારનો બદલો વ્યાજ સાથે વાળી દેતા હોય તેમ સ્પેનને ૫-૧થી કચડી નાંખ્યું હતુ. વિશ્વના કોઇ પણ ફૂટબોલ ચાહક માટે સ્પેનનો ત્રણ ગોલથી પરાજય થયો તે સમાચાર આઘાત જનક હોય છે, ત્યારે કેસિયસ અને તેની ટીમના ખેલાડીઓએ આ હાર પછી કેટલી હતાશાનો અનુભવ કર્યો હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી.

ભારે રસકસીભર્યા મુકાબલાની શરુઆત આમ તો એક તરફી રીતે થઇ હતી. સ્પેનના ખેલાડીઓએ શરુઆતથી જ મેચ પર જાણે કબજો જમાવી લીધો હોય તેવો દેખાવ કર્યો હતો. જ્યારે નેધરલેન્ડ તરફથી રોબ્બેન અને ડે વ્રિજે જોરદાર કોમ્બીનેશન દેખાડતા સ્પેનિશ ડિફેન્સને હંફાવ્યું હતુ. જો કે સ્પેનના શરુઆતના આક્રમણોને ખાળવાનો સમય નેધરલેન્ડના ડિફેન્ડને મળ્યો નહતો અને નેધરલેન્ડના ડી એરિયામાં સ્પેનિશ એટેકર ડિએગો કોસ્ટાને ફાઉલ કરીને પાડી દેવાનું નેધરલેન્ડને કોસ્ટ્લી પડ્યું હતુ.

રેફરી નિકોલા રિઝોલીએ સ્પેનને પેનલ્ટી કીક આપી હતી અને ક્ષાબી અલોન્સોએ કોઇ પણ ભુલ કર્યા વિના બોલને ગોલમાં મોકલી આપ્યો હતો. આ પછી મેચની ૪૨મી મિનિટે સ્પેનને તેની સરસાઇ બેવડાવવાની તક હતી. આ સમયે ઇનિએસ્તાએ આપેલા પાસ પર ડેવિડ સિલ્વા અને નેધરલેન્ડના ગોલકિપર જેસ્પર સિલેસેન આમને સામને હતા. આ તબક્કે સિલ્વાએ શાનદાર કિક ફટકારી હતી પણ  તે ગોલકિપરને બીટ કરી શક્યો નહતો અને તેમણે સરસાઇન બેવડાવવાની સુવર્ણ તક ગુમાવી હતી.

જો કે આ પછી નેધરલેન્ડે તો મેચમાં પાછા ફરવાનો જોરદાર પ્રયાસ જારી રાખ્યો હતો. આખરે હાફ ટાઇમની વ્હિસલ વાગે તે પહેલા રોબિન વાન પર્સીના સુપર ફ્લાઇંગ હેડર ગોલને સહારે નેધરલેન્ડે બરોબરી મેળવી હતી.

મેચની ૪૪મી મિનિટે નેધરલેન્ડે કાઉન્ટર એટેક કર્યો હતો અને બોલ સ્પેનના હાફમાં પહોંચ્યા બાદ સેકન્ડ ટચમાં તો ગોલમાં પહોંચી ગયો હતો. ડે વ્રિજેએ હાફથી સ્હેજ આગળ આવીને બોલને ગોલ પોસ્ટ તરફ પાવર ફૂલ કીક વડે ઉછાળ્યો હતો. જેના પર વાન પર્સીએ પાવરફૂલ દોડ લગાવ્યા બાદ દર્શનિય ફ્લાઇગ હેડર વડે બોલને ગોલમાં મોકલી આપ્યો હતો.

એરિના ફોન્ટે નોવામાં ચાહકો હજુ પર્સીના સુપર્બ હેડરના રોમાંચમાંથી બહાર આવે તે પહેલા હાફ થયો હતો અને બંને ટીમો ૧-૧ની બરોબરી સાથે ડ્રેસિંગરુમમાં પહોંચી હતી. ફરી જ્યારે મુકાબલો શરુ થયો ત્યારે નેધરલેન્ડની ટીમ વધુ સારી તૈયારી સાથે બહાર આવી હતી. મેચની ૬૪મી મિનિટે વેસ્લી સ્નાઇડેરની ફ્રિ કિક પર વાન પર્સી અને કેસિયસ ટકરાયા હતા અને છેક ગોલ પોસ્ટના છેડ ઉભેલા ડે વ્રિજે બોલને ગોલમાં મોકલી આપતાં ડચ ટીમે ૨-૧થી સરસાઇ મેળવી લીધી હતી.

સ્પેનને ગત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં પાયાની ભૂમિકા ભજવનારા તે સમયના કેપ્ટન અને મહાન ડિફેન્ડર કાર્લોસ પુયોલની ખોટ સ્પેનિશ ટીમમાં સ્પષ્ટ  જોઇ શકાતી હતી અને તેની ખાલી પડેલી સેન્ટર ડિફેન્સની હાલની નબળી રમતનો ભરપૂર લાભ ઓરેન્જ ટીમે ઉઠાવ્યો હતો.

મેચની ૫૩મી મિનિટે લોંગ પાસને આર્યન રોબ્બેને ક્લાસિક સ્ટાઇલમાં ક્ન્ટ્રોલ કર્યો હતો અને સ્પેનિશ ડિફેન્ડર જેરાર્ડ પીકેને બીટ કરતા બોલને ગોલમાં મોકલી આપતાં સ્પેનિશ કેમ્પમાં તો સોપો પડી ગયો હતો અને નેધરલેન્ડે ૩-૧થી સરસાઇ મેળવી લીધી હતી.

સ્પેન માટે પરિસ્થિતિ વધુને વધુ કથળી હતી અને મેચની ૭૨મી મિનિટે ડિફેન્ડરે કરેલા પાસને સ્પેનિશ કેપ્ટન અને ગોલકિપર કેસિયસે ખુબ જ બેદરકારીથી અટકાવવાનો પ્રયાસ કરતાં બોલ તેના નિયંત્રણથી દૂર જતો રહ્યો હતો અને એટલામા ચિત્તાની જેમ દોડીને આવેલા વાન પર્સીએ બોલને ગોલમાં મોકલી આપતાં નેધરલેન્ડની સરસાઇ ૪-૧ થઇ ગઇ હતી. હવે સ્પેનના મેચમાં પાછા ફરવાના રસ્તા બંધ થઇ ગયા હતા.

આખરે મેચની ૮૦મી મિનિટે રોબ્બેને ફરી એક વખત વ્યક્તિગત કુશળતા દર્શાવતા સ્પેનિશ ડિફેન્ડને હંફાવ્યું હતુ અને રિવર્સ ટર્ન મારતાં ગોલકિપર કેસિયસને એક બાજુ છોડી દીધો હતો અને આસાનીથી ગોલ ફટકારતાં સરસાઇને ૫-૧ પર પહોંચાડી દીધી હતી.

ફૂટબોલના ઇતિહાસમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્પેનનો ૧-૫નો પરાજય રેકોર્ડ બુકમાં સ્થાન પામ્યો હતો. કોઇ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ આટલા માટો માર્જીનથી હારી નથી.  આ ઉપરાંત સ્પેનને ૫૧ વર્ષમાં પહેલી વખત પાંચ કે વધુ ગોલ સહન કરવા પડ્યા હતા. છેલ્લે જુન, ૨૯૬૩માં તેમનો સ્કોટલેન્ડ સામે પરાજય થયો હતો.
આ સિવાય તેઓને અગાઉ એક જ વખત પાંચ કે તેથી વધુ ગોલ સહન કરવા પડ્યા હતા. તે મેચ ૧૯૫૦ના વર્લ્ડ કપમાં બ્રાઝિલમાં જ રમાઇ હતી અને તેઓ બ્રાઝિલ સામે જ ૬-૧થી હાર્યા હતા.
રોબિન વાન પર્સીએ નેધરલેન્ડ તરફથી છેલ્લી ૯ મેચમાં ૧૦ ગલ ફટકાર્યા હતા. જ્યારે આર્યન રોબ્બેને તેની છેલ્લી સાત મેચમાં સાત ગોલ નોંધાવ્યા હતા.


------------------------------------------------------------------------------------------------------------


ફિફા વર્લ્ડ કપ -૨૦૧૩

મેચ નંબર - ૨
તા. ૧૩.૦૬.૨૦૧૪, શુક્રવાર
સમય - રાત્રે ૯.૩૦ વાગ્યાથી

મેક્સિકોએ ૧-૦થી કેમેરુનને હરાવ્યું

વરસાદ વચ્ચે રમાયેલી આ મેચમાં એકમાત્ર ગોલ ૬૧મી મિનિટે પેરાલ્ટાએ ફટકાર્યો.

મેક્સિકો અને સેમ્યુઅલ એટોની કેમેરૃનની ટીમે કુલ ત્રણ ગોલ ફટકાર્ય હતા પણ ત્રણેયને ઓફ સાઇડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મેક્સિકોના બે અને કેમેરુનનો એક ગોલ હતો.


વર્લ્ડ કપમાં સૌપ્રથમ વખત મેક્સિકોએ કોઇ આફ્રિકન ટીમ સામે વિજય મેળવ્યો હતો. કેમેરુને શાનદાર દેખાવ કર્યો હતો પણ તેમને ભાગ્યનો અને મેક્સિકન ગોલકિપર ઓચોઆનો સાથ મળ્યો નહતો. કેમેરુન વર્લ્ડ કપમાં તેની ૧૪માંથી એક જ મેચ જીતી શક્યું છે.


------------------------------------------------------------------------------------------------------------

ફિફા વર્લ્ડ કપ -૨૦૧૩

મેચ નંબર - ૪
તા. ૧૪.૦૬.૨૦૧૪, રવિવારે
સમય - પરોઢે ૩.૩૦ વાગ્યાથી

ચિલીએ ૩-૧થી ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો


બ્રાઝિલ અને મેક્સિકો બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાં યજમાન સાઉથ અમેરિકાની ચેમ્પિયન બનાવાની દાવેદારીને મજબુત બનાવતા ચિલીએ ૩-૧થી ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો.

એલેક્સી સાન્ચેઝે ૧૨મી મિનિટે અને વાલ્ડીવીયાએ ૧૪મી મિનિટે ગોલ ફટકારતાં ચીલીને ૨-૦થી સરસાઇ અપાવી હતી. જો કે ઓસ્ટ્રેલિયા તરફથી તેમના સુપરમેન ટીમ કેહિલે ૩૫મી મિનિટે ગોલ ફટકારીને મેચમાં પાછા ફરવાની આશા જીવંત રાખી હતી.

જો કે આખરે મેચની આખરી મિનિટોમાં (૯૦ મિનિટે) બેયુસેજોએ ગોલ ફટકારતાં ચિલીએ ભારે પ્રભુત્વ સાથે ૩-૧થી જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબુત કર્યું હતુ.



टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

શેફાલી વર્મા : લેડી સેહવાગ

ચૂંટણી : છુટ્ટા હાથેે સવાલોની મારામારી

રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન