Fifa World cup - 2014 ફ્રાન્સ અને આર્જેન્ટીનાની વિજય સાથે શરુઆત

ફિફા વર્લ્ડ કપ -૨૦૧૪

ફ્રાન્સ વિ. હોન્ડુરાસ
તારીખ ઃ ૧૬.૬.૧૪, સોમવારે
સમય ઃ રવિવારે મધરાત બાદ ૧૨.૩૦થી


ફ્રાન્સે ગોલ લાઇન ટેકનોલોજીની મદદથી હોન્ડુરાસને હરાવ્યું

ફ્રાન્સે ગત વર્લ્ડ કપની નિષ્ફળતાને ભૂલીને ફિફા વર્લ્ડ કપમાં નવેસરથી શરુઆત કરતાં હોન્ડુરાસના ખેલાડીઓને તેમની જોખમી રમત છતાં હાર આપી હતી. ફ્રાન્સ અને હોન્ડુરાસની મેચમાં પહેલી વખત ગોલ લાઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ ફ્રાન્સને મળ્યો હતો અને તેઓ ૩-૦થી વિજેતા બન્યા હતા.

હોન્ડુરાસના ખેલાડીઓએ શરુઆતથી જ આક્રમક રમત દર્શાવતા ફ્રાન્સના ખેલાડીઓને પરેશાન કરી દીધા હતા. હોન્ડુરાસના ડિફેન્ડર વિલ્સન પાલાસીયોએ ડી એરિયામાં પોલ પોગ્બા પર ફાઉલ કરતાં ફ્રાન્સને પેનલ્ટી કીક મળી હતી અને રિયલ મેડ્રીડના સ્ટાર ખેલાડી કરીમ બેન્ઝેમાએ બોલને ગોલમાં મોકલી આપતાં ફ્રાન્સે ૪૫મી મિનિટે ગોલ ફટકારી દીધો હતો.

પાલાસીયોને પોગ્બાને જોરથી ધક્કો મારવા બદલ બ્રાઝિલીયન રેફરી સાન્દ્રો મેઇરા રીસ્સીએ રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર મોકલી દીધો હતો. બેન્ઝેમાના ગોલ પછીની ત્રીજી જ મિનિટે ફરી બેન્ઝેમાએ હોન્ડુરાસના ગોલ પર આક્રમણ કર્યું હતુ અને બોલને પાવરફૂલ કીક ફટકારી હતી. આ તબક્કે બોલ પહેલા ઉપરની તરફ ગોલ પોસ્ટ પર ટકરાયો હતો અને ત્યાર બાદ બોલ ગોલ લાઇનની અંદર બાઉન્સ થયો હતો. જો કે ગોલકિપર વાલાડારેસે બોલને ગોલ લાઇનની અંદર પડ્યો હોવા છતાં બહાર ખેંચી લીધો હતો, આ સમયે ગોલ લાઇન ટેકનોલોજીની મદદથી ગોલ જાહેર કરવામાં આવ્યો હતો.

આ  સમયે વિવાદ ત્યારે શરુ થયો જ્યારે બોલ પહેલા ગોલ પોસ્ટની ઉપરની તરફ ટકરાયો ત્યારે ગોલ નહતો અને ટેકનોલોજીએ મોટી સ્ક્રીન પર લખીને આપ્યું કે નો-ગોલ  જો કે રેફરીએ તો તેના કાંડા પરની લાઇટ જોઇને તરત ગોલ આપી દીધો હતો. આ પછી જોડી વાર બાદ ગોલ થયો હોવાની જાહેરાત થઇ હતી. જેના કારણે હોન્ડુરાસના કોચ અને ઓફિસિઅલ્સ અકળાઇ ઉઠ્યા હતા અને તેઓએ ફિફાના ઓફિસિઅલ્સ અને રેફરીની સામે ઉગ્ર રજુઆત કરી હતી. જો કે રેફરીનો નિર્ણય અફર હતો અને ફ્રાન્સ ગોલ લાઇન ટેકનોલોજીનો ફાયદો વર્લ્ડ કપમાં ઉઠાવનારી સૌપ્રથમ ટીમ બની હતી. આ ગોલ હોન્ડુરાસના ગોલકિપર વાલાડારેસના સેલ્ફ ગોલ તરીકે નોંધાયો હતો.

આપછી હોન્ડુરાસના ખેલાડીઓ થોડા ધીમા પડી ગયા હતા અને બેેન્ઝેમાએ ૭૨મી મિનિટે ફરી વખત ત્રાટકતા ગોલ ફટકાર્યો હતો. આ સાથે ફાન્સે ત્રણ ગોલના અંતરથી વિજય મેળવ્યો હતો.

ફ્રાન્સનો આ વર્લ્ડ કપ ફૂટબોલમાં ૨૦૦૬ના ફૂટબોલ વર્લ્ડ કપ બાદનો પહેલો વિજય હતો. તેઓ છેલ્લે ૨૦૦૬ની ફૂટબોલ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પોર્ટુગલ સામે જીત્યા હતા. ૧૯૯૮માં જ્યારે ફ્રાન્સ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ, તે પછી કોઇ એક મેચમાં ફ્રાન્સના કોઇ ખેલાડીએ બે ગોલ માર્યા હોય તેવો પહેલો ખેલાડી બેન્ઝેમા બન્યો હતો. તે સમયે ઝિદાને આ સિદ્ધિ મેળવી હતી.

-----------------------------------------------------------------------------------------------------------

આર્જેન્ટીના વિ. બોસ્નીયા હર્ઝગોવેનિયા
તારીખ ઃ ૧૬.૬.૧૪, સોમવારે
સમય ઃ રવિવારે પરોઢે ૩.૩૦થી

મેસીના મેજિકને સહારે આર્જેન્ટીનાનો વિજય

લાયોનેલ મેસીના મેજિકલ દેખાવને સહારે આર્જેન્ટીનાએ બોસ્નીયા અને હર્ઝગોવેનિયાને પરાજય આપ્યો હતો. મેસીએ ત્રીજી જ મિનિટે ક્લાસિક ફ્રિ કીક ફટકારી હતી. જે બોસ્નીયાના ડિફેન્ડર કોલાસિનાકને ટકરાઇને ગોલમાં પહોંચી જતાં આર્જન્ટીનાન સરસાઇ મળી હતી. હાફ ટાઇમ બાદ પાછા ફરેલા મેસીએ ગોન્ઝાલેઝ હિગ્યુઇનની સાથએ ક્લાસિક કોમ્બીનેશન દર્શાવતા ૬૫મી મિનિટે બે ડિફેન્ડરોને પરેશાન કરતાં બોલને ગોલમાં મોકલી આપ્યો હતો. જો કે પહેલી વખત વર્લ્ડ કપમાં રમી રહેલા બોસ્નીયાએ પોતાનો પ્રભાવ દેખાડવાનો પ્રયાસ જારી રાખ્યો હતો અને મેચની ૮૪મી મિનિટે વેડાડ એબીસેવિચે ગોલ ફટકારીને સ્કોરને ૨-૧ પર લાવી દીધો હતો.

આર્જેન્ટીનાના કેપ્ટન મેસીએ ૮૭મી મેચમાં ૩૯મો ગોલ ફટકાર્યો હતો.

------------------------------------------------------------------------------------------------------------

આઇવરી કોસ્ટ વિ. જાપાન
તારીખ ઃ ૧૫.૦૬.૧૪, રવિવારે
સવારે ઃ ૬-૩૦થી

એલીફન્ટસે જાપાનને ૨-૧થી હરાવ્યું

ડિડિયર ડ્રોગ્બાની ટીમ તરીકે ઓળખાતા આઇવરી કોસ્ટ એટલે કે એલીફન્ટ્સે ૨-૧થી જાપાનને આંચકો આપ્યો હતો. બરોબરીની ટીમ વચ્ચેના આ મુકાબલામાં શરુઆતમાં જ જાપાનને હોન્ડાએ ગોલ ફટકારીને સરસાઇ અપાવી દીધી હતી. જાપાને ગોલ ફટકારવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા પણ તેમને હાફ ટાઇમ સુધી સફળતા મળી નહતી. હાફ ટાઇમ બાદ આઇવરી કોસ્ટ વધુ સારી તૈયારી સાથે પાછું ફર્યું હતુ.


તેમાંય આઇવરી કોસ્ટનો સિનિયર સ્ટાર ડ્રોગ્બા મેદાન પર ઉતર્યો તે સાથે જ ટીમનું ભાગ્ય બદલાયું હતુ અને તેમણે ત્રણ મિનિટની અંદર બે ગોલ ફટકારીને જાપાનને આંચકો આપ્યો હતો. મેચની ૬૪મી મિનિટે વિલ્ફ્રેન્ડ બોનીએ અને ત્યાર બાદ ૬૬મી મિનિટે ગેરવિન્હોના હેડર ગોલે બાજી પલ્ટી નાંખી હતી અને આઇવરી કોસ્ટે મેચમાં વિજય મેળવ્યો હતો.




टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

શેફાલી વર્મા : લેડી સેહવાગ

રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન

Fifa World Cup -2014 નેધરલેન્ડે ૫-૧ના વિજય સાથે સ્પેન સામે બદલો લીધો