Fifa World cup - 2014 ફ્રાન્સ અને આર્જેન્ટીનાની વિજય સાથે શરુઆત
ફિફા વર્લ્ડ કપ -૨૦૧૪ ફ્રાન્સ વિ. હોન્ડુરાસ તારીખ ઃ ૧૬.૬.૧૪, સોમવારે સમય ઃ રવિવારે મધરાત બાદ ૧૨.૩૦થી ફ્રાન્સે ગોલ લાઇન ટેકનોલોજીની મદદથી હોન્ડુરાસને હરાવ્યું ફ્રાન્સે ગત વર્લ્ડ કપની નિષ્ફળતાને ભૂલીને ફિફા વર્લ્ડ કપમાં નવેસરથી શરુઆત કરતાં હોન્ડુરાસના ખેલાડીઓને તેમની જોખમી રમત છતાં હાર આપી હતી. ફ્રાન્સ અને હોન્ડુરાસની મેચમાં પહેલી વખત ગોલ લાઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનો લાભ ફ્રાન્સને મળ્યો હતો અને તેઓ ૩-૦થી વિજેતા બન્યા હતા. હોન્ડુરાસના ખેલાડીઓએ શરુઆતથી જ આક્રમક રમત દર્શાવતા ફ્રાન્સના ખેલાડીઓને પરેશાન કરી દીધા હતા. હોન્ડુરાસના ડિફેન્ડર વિલ્સન પાલાસીયોએ ડી એરિયામાં પોલ પોગ્બા પર ફાઉલ કરતાં ફ્રાન્સને પેનલ્ટી કીક મળી હતી અને રિયલ મેડ્રીડના સ્ટાર ખેલાડી કરીમ બેન્ઝેમાએ બોલને ગોલમાં મોકલી આપતાં ફ્રાન્સે ૪૫મી મિનિટે ગોલ ફટકારી દીધો હતો. પાલાસીયોને પોગ્બાને જોરથી ધક્કો મારવા બદલ બ્રાઝિલીયન રેફરી સાન્દ્રો મેઇરા રીસ્સીએ રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર મોકલી દીધો હતો. બેન્ઝેમાના ગોલ પછીની ત્રીજી જ મિનિટે ફરી બેન્ઝેમાએ હોન્ડુરાસના ગોલ પર આક્રમણ કર્યું હતુ ...