Fifa World cup -2014 નેયમારના મેજિકથી બ્રાઝિલ ફૂટબોલ જગત પર છવાયું
ફિફા વર્લ્ડ કપ ૨૦૧૪ મેચ નંબર ૧
ગ્રુપ-એ
તા.૧૩.૦૬.૧૪ (શુક્રવાર)
રાત્રે ૧ - ૩૦ કલાકે
ક્રોએશિયાને કચડીને બ્રાઝિલનો ધમાકેદાર પ્રારંભ
- ૧૧મી મિનિટે માર્સેલોનાના સેલ્ફ ગોલને સહારે ક્રોએશિયાને ૧-૦થી સરસાઇ. બ્રાઝિલના વર્લ્ડ કપ ફૂટબોલ ઇતિહાસનો આ સૌપ્રથમ સેલ્ફ ગોલ હતો.
- નેયમારે ૨૯મી મિનિટે ડી એરિયાની બહારથી ક્લાસિક કીકથી ગોલ ફટકાર્યો અને બ્રાઝિલે બરોબરી મેળવી
- ક્રોએશિયાના ડી એરિયામાં ડિફેન્ડર ડેજાન લોવરેને ફ્રેડને ધક્કો મારીને પાડી દેતાં રેફરી યુઇચી નિશિમુરાએ બ્રાઝિલને પેનલ્ટી કીક આપી.
- ક્રોએશિયાની નારાજગી વચ્ચે નેયમારે પેનલ્ટી કીકને ગોલમાં પલ્ટીને બ્રાઝિલને ૨-૧થી સરસાઇ અપાવી
- ગોલકિપર સ્ટીપે પ્લેટીકોસાના હાથ નેયમારે ફટકારેલી પેનલ્ટી કીકને અટકાવવા માટે બોલને સ્પર્શ્યા પણ તે બોલને ગોલમાં જતો અટકાવી ના શક્યો.
- આખરે ઇન્જરી ટાઇમમાં બ્રાઝિલે અચાનક આક્રમણ કર્યું અને ઓસ્કારે પણ ડી એરિયાની બહારથી જ ડાબા પગની પાવરફૂલ કીકને સહારે બોલને ગોલની અંદર કોર્નરમાં મોકલી આપ્યો.
રેફરીને કુલ ચાર યલો કાર્ડ બતાવવા પડ્યા, જેમાં એક કાર્ડ નેયમારને પણ લુકા મોડ્રીક પર ફાઉલ કરવા બદલ દેખાડવામાં આવ્યું હતુ.
સ્ટેડિયમમાં ૬૨,૧૦૩ ચાહકો હાજર રહ્યા હતા.
૯૦ મિનિટની રમત દરમિયાન બ્રાઝિલે ૬૧ ટકા અને ક્રોએશિયાએ ૩૯ મિનિટ બોલ પર નિયંત્રણ જાળવ્યું હતુ.
બ્રાઝિલે ક્રોએશિયાના ગોલ પર કુલ ૧૬ શોટ ફટકાર્યા હતા, જેમાંથી છ ટાર્ગેટ પર એટલે ગોલ એરિયાની અંદર હતા, જ્યારે ક્રોએશિયાએ બ્રાઝિલના ગોલ પોસ્ટ તરફ કુલ ૧૧ શોટ ફટકાર્યા, જેમાંથી ૩ ઓન ટાર્ગેટ હતા.
બ્રાઝિલને સાત અને ક્રોએશિયાને ત્રણ પેનલ્ટી કીક મળી હતી.
ક્રોએશિયાના ૨૦ની સરખામણીમાં બ્રાઝિલે ત્રણ ફાઉલ કર્યા હતા.
બ્રાઝિલના કોચ લુઇઝ ફિલિપ સ્કોલારીએ ૮૮મી મિનિટે નેયમારને મેદાનની બહાર બોલાવ્યો હતો અને તેના સ્થાને રેમીરેઝને મેદાન પર ઉતર્યો હતો.
નેયમારના બહાર ગયા બાદ ક્રોએશિયાએ બ્રાઝિલ પર આક્રમણ વધારી દીધા હતા અને ગોલ ફટકારવાના શાનદાર પ્રયાસ છતાં તેઓને બ્રાઝિલયન ગોલકિપર જુલીયો સિઝરે બરોબરી મેળવવાથી વંચિત રાખ્યા હતા.
ક્રોએશિયા જ્યાર ૨-૧થી પાછળ હતુ અને મેચ ક્લોક હવે ફાઇનલ મિનિટ્સ તરફ આગળ વધી રહી હતી ત્યારે ગોલકિપર જુલિયો સિઝર પર ક્રોએશિયાના ઓવીકા ઓલિચે ફાઉલ કર્યું હતુ અને આ જ કારણે ક્રોએશિયાએ બોલને ગોલમાં મોકલવ્યો હોવા છતાં રેફરીએ તે ગોલને રદ થયેલો જાહેર કર્યો હતો.
टिप्पणियाँ