FiFa WoRlD cUp - 2014 ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ કોઇ કાળે વર્લ્ડ કપ નહીં જીતે

ફિફા વર્લ્ડ કપ-૨૦૧૪

ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ કોઇ કાળે વર્લ્ડ કપ નહીં જીતે

ઈટાલીના તોફાની ક્રિકેટર મારિયો બાલોટેલીની વધુ એક વિવાદ જગાવતી કોમેન્ટ

ફૂટબોલનો ફિવર વિશ્વભરમાં ધીરે ધીરે ચઢી રહ્યો છે. કોઇ જીતશે, કોણ સુપર હિરો તરીકે બહાર આવશે તે અંગેેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ફૂટબોલ જગતના સુપરસ્ટાર્સની સાથે સાથે ચાહકો તેમજ વિવેચકો પણ કોઇ જીતશે અને કોણ નહીં તે અંગેે દલીલો કરી રહ્યા છે, જ્યારે ઇટાલીના બેેડ બોયની ઇમેજ ધરાવતા સ્ટ્રાઇકર મારિયો બાલોટેલીએ વિવાદ જગાવતી કોમેન્ટ કરતાં કહ્યું છે કે, આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ જીતે તેવું તો મને કોઇ કાળે લાગતું નથી.

એક તરફ સુપર બ્રેઇન મનાતા વૈજ્ઞાનિક સ્ટીફન્સ હોકિંગ્સેે ઈંગ્લેન્ડને ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા માટે અમૂલ્ય સલાહ આપી છે. જો કે મારિયો બાલોટેલી માને છે કે તેની ઇટાલીયન ટીમ જ ફરી વખત ફૂટબોલના વર્લ્ડ કપમાં બાજી મારશે. 

બાલોટેલીની કોમેન્ટ બળતામાં ઘી હોમવા જેવી એટલા માટે લાગે છે કારણ કે ઈટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧૪મી જુને માનાઅસ ખાતે વર્લ્ડ કપ મુકાબલો ખેલાવાનો છે. એક બાજુ ઈંગ્લેન્ડના ઝનૂની ફૂટબોલ ચાહકો તોફાન મચાવવા માટે બદનામ છે, તો બીજી તરફ ઇટાલીના કટ્ટર સમર્થકો પણ જોશમાં છે. 

આ વર્લ્ડ કપમાં ઇટાલી જ બાજી મારશે તેવો છાતી ઠોકીને દાવો કરતાં બાલોટેલીએ ઊમેર્યું કે, એ વાત સાચી છે કે વર્લ્ડ કપમાં ઘણા સારા ખેલાડીઓ રમવા આવી રહ્યા છે. જો કે એક ટીમ તરીકે તો ઇટાલીને પડકારી શકે તેવું કોઇ મને દેખાતું નથી. હું ઇટાલી ફેવરિટ છે, તેમ નથી કહેતો પણ અમારી પાસે એવા શારીરિક અને માનસિક રીતે સક્ષમ ખેલાડીઓ છે , જે આખા જગતને અચંબામાં નાખી દેવા માટે થનગની રહ્યા છે. 

ઈંગ્લેન્ડના ખેલાડીઓને માનસિક રીતે હતાશ કરવાનો પ્રયાસ કરતાં બાલોટેલીએ ઊમેર્યું કે, અમારી પાસે તો એવા ખેલાડીઓ છે કે જેઓ વર્લ્ડ કપ જીતવાનો અનુભવ ધરાવે છે, જ્યારે ઈંગ્લેન્ડના ખેલાડીઓને તો ક્વાર્ટર ફાઇનલ પછી કેવી રીતે રમવું તેની જ સમજ નથી. 

ફૂટબોલ વર્લ્ડ કપમાં ઈટાલી અને ઈંગ્લેન્ડની સાથે તેમના ગ્રુપમાં ઉરૃગ્વે અને કોસ્ટારિકા છે, જેમાંથી ઉરુગ્વે ડેન્જરસ છે કારણ કે તેની પાસે ગત વર્લ્ડ કપના સુપરસ્ટાર ફોર્લાન અને સુરેઝ જેવા સ્ટાર્સ છે, જેના કારણે ઇટાલી, ઈંગ્લેન્ડ કે ઉરુગ્વેમાંથી એક ટીમને વહેલા સ્વદેશ પાછા ફરવું પડશે અને તે ટીમ કઇ હશે તે તો બ્રાઝિલના મેદાન પર રમાનારી મેચો જ નક્કી કરશે.. તો ઓલ ધ બેસ્ટ ઇટાલી...

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

શેફાલી વર્મા : લેડી સેહવાગ

ચૂંટણી : છુટ્ટા હાથેે સવાલોની મારામારી

રણજી ટ્રોફીનું દબદબાભેર વતનમાં પુનરાગમન